નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી કેટલા લોકોના મોત થયા તેને લઈને રહસ્ય વધી રહ્યું છે. વુહાનના સ્થાનિક લોકોનું માનવું છે કે ચીની અધિકારીઓના દાવા કરતા બિલકુલ ઉલટુ અહીં ઓછામાં ઓછા 42,000 લોકોના મોત કોરોના વાયરસથી થયા છે. આ અગાઉ ચીનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે વુહાનમાં માત્ર 3200 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

USA કોરોનાની નાગચૂડમાં, ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 965ના મોત, ટ્રમ્પની જીદ ક્યાંક ભારે ન પડી જાય


ચીની અધિકારીઓના જણાવ્યાં મુજબ ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના માર્કેટથી પેદા થયેલા કોરોના વાયરસથી સમગ્ર દેશમાં 3300 લોકોના મોત થા છે જ્યારે 81,000 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 3182 લોકોના મોત તો ફક્ત હુબેઈ પ્રાંતમાં થયા છે. આ બધા વચ્ચે વુહાનના સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો કે 500 અસ્થિ કલશ દરરોજ મૃતકોના પરિજનોને અપાય છે. 


દર 24 કલાકે 3500 લોકોને અસ્થિ કલશ
અસ્થિ કલશ આપવાનો આ સિલસિલો સાત અલગ અલગ અંતિમ સંસ્કાર સ્થળોથી ચાલુ છે. આ આંકડાના અનુમાન લગાવીએ તો દરેક 24 કલાકે 3500 અસ્થિ કલશ અપાયા. હાંકૂ, વુંચાંગ, અને હનયાંગમાં લોકોને કહેવાયું કે તેમને 5 એપ્રિલના રોજ અસ્થિ કલશ મળશે. આ જ દિવસે કિંગ મિંગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં લોકો પોતાના પૂર્વજોની કબર પર જાય છે. 


કોરોના: ઇકોનોમી બરબાદ થઇ તો જર્મનીના આ રાજ્યના નાણામંત્રીએ કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી લાશ


આ રીતે અનુમાન લગાવીએ તો આગામી 12 દિવસમાં 42,000 અસ્થિ કલશ વિતરણ કરાશે. આ અગાઉ રિપોર્ટમાં કહેવાયું હતું કે હાંકુમાં જ ફક્ત બે વારામાં 5000 અસ્થિ કલશ અપાયા છે. અત્રે જણાવવાનું કે આ અહેવાલ એવા સમયે આવ્યાં છે કે જ્યારે લગભગ બે મહિનાના લોકડાઉન બાદ જનતાને છૂટ અપાઈ છે. જે લોકો પાસે ગ્રીન હેલ્થ સર્ટિફિકેટ છે તેમને જવાની મંજૂરી અપાઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube